જ્ઞાતિ રત્નો

જ્ઞાતિ રત્નો વિશે

રત્નો

જ્ઞાતિ રત્નો

રાયસાહેબ વિશ્રામ વાલજી ભીમજી રાઠોડ

આપણા સમાજમાં ભાઇઓ, ઉદ્યમી, સાહસી હોવાની સાથે એટલા જ ઉદાર અને દાનશીલ રહ્યા છે. મનજી જેરામ રાઠોડની જેમ જ વાલજી ભીમજી રાઠોડનું નામ પણ ગામ લોકો એટલા જ આદરથી લે છે. વેસ્ટર્ન રેલ્વેમાં ખુજ જ ખ્યાતનામ, પ્રતિષ્ઠીત અને પ્રભાવી ઠેકેદાર તરીકે મેસર્સ વાલજીભાઇ ભીમજી એન્ડ સન્સના પુત્ર વિશ્રામભાઇ સાથે મળી એક ઇતિહાસ સર્જ્યો છે. તો દાદા ભીમજી દેવજી પાયોનીયર રહ્યા છે.

વેસ્ટર્ન રેલ્વેમાં અપ્રતિમ બુદ્ધિ પ્રતિભાથી ઠેકેદારીમાં વિશિષ્ઠ સુઝબુઝ સાથે રેલ્વે અધિકારીઓમાં પ્રતિષ્ઠા અને ખ્યાતિ પામેલા મિલનસાર ઉદાર અને પરમાર્થી પ્રકૃતિ હોઇ ધાર્મિક ઉદારતાથી સખાવતો પણ ખૂબ કરેલ. રેલ્વે તેઓને ચર્ચગેટથી વિરમગામ સુધીનો ફર્સ્ટ ક્લાસનો ફ્રી પાસ બે એટેન્ડન્ટસ સહિતનો મળેલ. ગુજરાતની રેલ્વે લાઇન પ્રથમવાર નખાતા આ લાઇનમાં નર્મદાનો પુલ છોડીને બાકીનાં નાના-મોટા તમામ પૂલો તેમજ ઘણાં ખરાં સ્ટેશનો બાંધેલ.

મધ્યપ્રદેશના કોલસા ક્ષેત્રમાં છીંદવાડા જિલ્લાના ધોધરી બરકૂઇ તેમજ બેતૂલ જિલ્લામાં ટાવાવેલી નામની બે વિશાળ ખાણો ખરીદેલ. ટાવાવેલી કોલીઆરીમાં કોલસો લઇ જવા માટે નવ માઇલની લાંબી લાઇટ રેલ્વે પણ ઉભી કરેલી.

આ ઉપરાંત એ સમયમાં વિશ્રામભાઇએ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય પણ શરૂ કરેલ. ગોંડલ સ્ટેટ દરબારી સ્કુલમાં મેટ્રીક પાસ કરેલ નહિં પણ અંગ્રેજી ભાષા ઉપર તેમનું અસામાન્ય પ્રભુત્વ હતું. અસ્ખલિતપણે અંગ્રેજી ભાષણ આપી શકતા ઇમ્પોર્ટ એક્સપોર્ટના વિશિષ્ટ સાહસ ક્ષેત્રે ઝંપલાવનાર તેઓ કદાચ સમાજની સૌ પ્રથમ વ્યક્તિ હશે.

સામાજિક સેવામાં વલસાડ ખાતે સાર્વજનિક હાઇસ્કૂલની સ્થાપના કરી અને તેના સૌ પ્રથમ પ્રમુખ બન્યા. માધાપર ખાતે ફ્રી કન્યાશાળા ચલાવતા અને વાચનાલયની પણ સગવડ ઉભી કરેલ. વાંઢાય ખાતેના ગુરુકુળ સ્થાપનામાં પણ તેઓનો અમૂલ્ય ફાળો, માર્ગદર્શન, પ્રોત્સાહન મળેલું. સને 1931માં સિનુગ્રા ખાતે સમાજનું સર્વ પ્રથમ યુવક સમેલન ભરાયેલ તેના પણ તેઓ સૂત્રધાર રહ્યા ત્યારે 33 વર્ષના હોવા છતાં યુવા તરીકે વરણી સાથે બહુમાન પામી સમાજનું પ્રથમ મુખપત્ર અભ્યદય પ્રકાશ બંધ પડી જતાં તેના સ્થાને નવા મુખપત્ર કડીયા ક્ષત્રિય પ્રકાશ શરૂ કરવા માટે દેવરામભાઇ ડાયા વરૂને પ્રેરણા સાથે આંતરીક સહયોગ આપેલ.

આમ બહુમુખી પ્રતિભાને અંગ્રેજ શાસકોએ પણ બિરદાવતાં વિશ્રામભાઇને રાયસાહેબનો માનદ ઇલ્કાબ આપીને નવાજેલ. જેથી માધાપર ગામનું નામ પણ રોશન થયેલ છે.

રાયસાહેબ કુંવરજી કરશન રાઠોડ

માધાપરના નામાંકિત કોન્ટ્રાક્ટર કરશનભાઇ ભીમજીભાઇ રાઠોડે રેલ્વેનાં ત્રણ કામોના કોન્ટ્રાક્ટમાં એ જમાનામાં ધૂમ કમાણી કરી કટકમાં સ્થાયી થયા. સને 1897માં રેલ્વેનું પહેલું કામ શરૂ કરેલ. ઓરિસ્સા રાજ્યમાં વિવિધ નગરોમાં કોર્ટ-કચેરીઓના બાંધકામો સાથે તથા બલાંગરીના રાજમહેલ જેવાં રાજપ્રસાદોનું બાંધકામ કરેલ. કટક શહેરમાં પણ ઘણા કામો કર્યા. અવિકસિત વિસ્તારોમાં જઇ સંઘર્ષ સાથે કામો પાર પાડ્યાં. કરશન બાપના પુત્ર કુંવરજીભાઇ ઓરિસ્સાના વિકાસ કાર્યોમાં આગળ આવ્યા. કુદરતી આફતના સમયે ઓરિસ્સા વાસીઓની પડખે ઉભા રહી મદદ કરી કુદરતી આફતના સમયે ઓરિસ્સા વાસીઓને પડખે કુંવરજીભાઇએ દાદાના નામે ભીમા આઇસ ફેક્ટરી શરૂ કરી ચિલ્કા લેઇકના મધુઆરા ઠેઠ કટકથી બરફ લઇ જતા ગરીબ લોકોને દુર સુધી ન આવવું પડે તે માટે ત્યાં બીજી એક આઇસ ફેક્ટરી નાખી.

કુંવરજીભાઇના ભાઇ રઘુભાઇએ ઠેકેદારી ચાલુ રાખી. બેંગાલ-નાગપુર રેલ્વેના રાજાશાહી ઠાઠના તેઓ ઠેકેદાર હતા. રેલ્વે તેઓને મેલ એક્સપ્રેસમાં સ્પેશ્યલ કોચનો પ્રબંધ કરી આપતી.

કુંવરજીભાઇને નાનપણથી જ મશીનથી ચાલતા ઉદ્યોગો જોવાનો શોખ હતો. તેમણે બરફના કારખાના સાથે સને 1921માં રોલર ફ્લોર મીલની સ્થાપના કરી જે ઓરિસ્સામાં સર્વ પ્રથમ હતી. ઉદ્યોગો સ્થાપનાર તેઓ પ્રથમ હતા. ધંધાના વિકાસ માટે સને 1928માં યુરોપની સફર કરી આવ્યા. કટકમાં આઇસ ફેક્ટરી, રાઇસ મેલ, રોલર ફ્લોર મીલ તેમજ કાળપાડા, બાબુગામ તથા ભરમપુરમાં પણ બરફનાં કારખાના તેમજ કોલ્ડ સ્ટોરેજ નાખ્યા. જેથી તે વિસ્તારમાં માછલી ઉદ્યોગ ખૂબ વિકસ્યો. તેની સાથે સામાજિક પ્રવૃતિઓમાં પણ ભાગ લઇ ઓરિસ્સા તેમજ દેશના બીજા ભાગોમાં પણ ઉદાર હાથે દાન આપેલ છે. તન, મન, ધનથી લોકસેવાને વરેલા કટક ઉપરાંત ઓરિસ્સા પ્રદેશના વિકાસ યશસ્વીકામ તેઓએ કરેલ. તેમની આ નિષ્ઠા જોઇએ તે સમયે બ્રિટીશ સરકારે કદરરૂપે રાય સહાય નો માનવંતો ખિતાબ પણ આપેલ. તેઓ શિક્ષણ, ગરીબ ભાઇબહેનોને દવાદારૂની સહાય, નિરાધારને માસિક નિર્વાહ માટે પણ દાન આપતા. શ્રી કુંવરજી કરશન ચેરીટેબલ ટ્રસ્ટની પણ તા. 28/09/1964માં રચના કરી હતી. કટકમાં તેમના પિતાશ્રીના નામે એક ધર્મશાળા તથા એક શિવમંદિર પણ બનાવેલ.

વતન કચ્છમાં પણ સખાવતો કરતા રહ્યા. માધાપર-સુરલભીટ્ટ વચ્ચે તળાવ બાંધી પગથિયાં, કાંઠા પર વૃક્ષો વાવી બનાવવામાં આવેલ. જેને લોકો આજે પણ કરશન ભીમજીની તળાવડી તરીકે ઓળખે છે અને દુષ્કાળમાં કુવાના તળીયાં ઉંડાં જતાં માધાપરના લોકો પીવાનું પાણી ત્યાંથી ભરી લાવતા. જતા વટેમાર્ગુનો વિસામો બનતું આ સ્થળ આજ પણ મોજુદ છે. એ સ્થળ તેમના પુત્ર પરિવારે વિકસાવેલ હતું.

કુંવરજીભાઇના સુપુત્ર વિજયભાઇ અખિલ ભારતીયના ગુર્જર ક્ષત્રીય સમાજના પ્રમુખ પદે રહી સમસ્ત સમાજની સેવામાં પોતાનું અમુલ્ય યોગદાન આપેલ.

સમાજના બાહોશ કોન્ટ્રાકટર ડેકકનના હીરા નથુ લાલજી સોલંકી

ભારતભરમાં સૌથી ધનાઢ્ય એવા નિઝામ સ્ટેટના ખારા કોન્ટ્રાક્ટર એવા માધાપરના નથુ લાલજી સોલંકી (જન્મ સને.1887-માધાપર) એ 24 વર્ષની કારકિર્દીમાં રેલ્વેનાં પોણા બે કરોડ, તથા બિલ્ડીંગ બાંધકામ ચાર કરોડથી પણ વધુ એમ પોણા છ કરોડનાં કામો એ જમાનામાં કરી સારી નામના મેળવી તેઓ ડેક્કનના હીરા તરીકે પ્રખ્યાત થયેલ. ઇ.સ.1914થી નિઝામ સ્ટેટમાં કામ કરેલ. સિકન્દરાબાદ ખાતે રહેતા હતા. એ સમય કરોડની કિંમત આજથી અનેક ઘણી હતી.

રેલ્વેમાં પરભણીથી -પરલી 40 માઇલ રેલ્વે કામ નિય. સમય પહેલાં પુરું કરેલ જેનાથી ખુશ થઇ નિઝામ સ્ટેટે તેઓને કાયમી રેલ્વે ફર્સ્ટ ક્લાસ પાસ આપેલ. યુરોપીયન ઇજનેરો સાથે અંગ્રેજીમાં વાત કરે, મુઝવણ વખતે પણ સલાહ લેવા આવતા. નિઝામ સ્ટેટમાં લગભગ 90 માઇલનું કામ કરેલ.

નિઝામ સ્ટેટના પીડબલ્ટુડી તથા એરીગેશનનાં કામો પણ તેઓ જ કરતા અધિકારીઓની ચાહના મળતાં નિઝામ કે, જેની મુલાકાત જ થઇ શકે તે ન્યુ જમાના રોયલ પેલેસ નિઝામની છેવટની માનીતી બેગમ માટે કરવાનું હાથમાં લીધેલ ને જલ્દી પુરું કરી આપતાં હંમેશા મુલાકાત થતી રહી ને સારી ચાહના મેળવી બાદ સ્ટેટના એક પછી એક રસ્તાઓ બાંધવાનું શરૂ કર્યું. માજી ચીફ ઇજનેર અલીનવાજ તથા ઝેનીયાર જંગ પણ તેમને મળવા બંગલે આવતા તેવા ......શાહી હતા કોઇ દિવસ કોઇની ખુશામત ન કરતા. દરેક કામમાં ચોક્કસાઇ રાખતા 418 માઇલ જેટલા રસ્તાઓ, બ્રીજના કામ કર્યા

આ સિવાય તેમણે હૈદરાબાદ-સિકન્દરાબાદ જાઓ તો આપે પણ જોઇને અચરજ થાય તેવા કામો નથુભાઇએ કરેલ છે. જે તેમની કાયમી સ્મૃતિ સાચવે છે. ાપણા સમાજની સ્થાપના કલાની કોઠાસુઝનાં દર્શન થાય છે. 1. સદર નિઝામીયા સફાખાના (ચામ મિનાર પાછળ), 2. હૈદરાબાદ સ્ટેટ લાયબ્રેરી (મુસી બ્રિજ પાસે), 3. સ્ટેટ લાયબ્રેરી, 4. બાગે આલા મક્કા મસ્જિદ (મારબલ વર્કસ) (તાજેતરમાં ત્યાં બોમ્બ વિસ્ફોટ થયેલ), 5. નિઝામસાગર કેનાલ વર્કસ, 6. રાયપુર વેલ સીકીંગ ગડી પાર્યમેન્ટ 200 કુવા, 7. ન્યુ જનાના રોય પેલેસ, 8. રાયપુર ઇલેક્ટ્રીક હાઉસ, ઉપરાંત દર વરસે દુરસ્તીના કામો પણ તેમને જ મળતાં જેમાં સ્ટેટનાં મોટાં તળાવો, રોયલ પેલેસ, કીંગ કોઠી, ગુલબરગા પેલેસ તથા પ્રખ્યાત ......... નામા પેલેસનાં 10 વાખનાં કામો થતાં.

સમાજના દરેક મદદ કરતા સીકન્દ્રાબાદ ગુજરાતી લાયબ્રેરી તેમના હસ્તક ચાલુ થયેલ. વર્ષો સુધી પ્રમુખ તરીકે સેવા આપેલ. તમામ ખર્ચ પોતે જ આપતા. હાલમાં જે ગુજરાતી સ્કુલો ચાલે છે તે પણ તેમની પ્રેરણાથી થયેલ. તેઓ સાથે આપણા સમાજના અન્ય કોન્ટ્રાક્ટર ભાઇઓ પણ કામ કરતા જેમાં માધાપરના ડાયાભાઇ સામજીભાઇ સોલંકી પણ તેમનાં કામો સંભાળતા

સોનિષ્ઠ સેવાના આજીવન ભેખધારી શ્રી નરસિંહભાઈ મનજી રાઠોડ

માધાપર ગામેં રહીને આદ. વડિલ શ્રી નરસિંહભાઇ મનજી રાઠોડે છેલ્લા 70 વર્ષ દરમ્યાન માત્ર માધાપર ગામ જ નહિં અખિલ ભારતીય ક્ષેત્રે પોતાની સેવાનું ફ્લક વિસ્તાર્યું છે. સમાજ સેવા તેઓને વારસામાં જ મળી છે. મહાસભાએ મનજી બાપાને જ્ઞાતિ ભુષણ તરીકે નવાજ્યા છે. ત્યારે નરસિંહભાઇ આજીવન સમાજસેવાના ભેખધારી રહ્યા છે અને ગાંધીવાદી વિચારધારાને વરેલા છે.

સમાજની પાયાની સંસ્થાઓ પુના બ્રોર્ડિંગ, ભુજ બોર્ડિંગ, અંજાર બોર્ડિંગ, ઝરીયાનું વિદ્યોકોજક ફંડ, સાર્વજનિક ટ્રસ્ટ, પ્રાદેશિક ટ્રસ્ટો, ગાંધીધામ સમાજ ભવન ટ્રસ્ટ, અખિલ ભારતીય કચ્છ પ્રાદેશિક સમિતિ, સ્પોર્ટસ એસો. નૂતન કેળવણી મંડળ, કન્યા કેળવણી મંડળ, કન્યા છાત્રાલય જેવી અનેક સંસ્થાઓના તે સંચાલનમાં તેમજ કેટલીક સંસ્થાઓની સ્થાપનામાં પણ અગ્ર ભાગ ભજવેલ છે. યુવા મહામંડલ, મહિલા મંડળના માર્ગદર્શક, સલાહકાર પણ રહ્યા છે.

સમાજમાં ક્રાંતિકારી વિચારધારા ના કાયમ હિમાયતી રહ્યા છે. સમાજમાં રૂઢીગત રિવાજો, સંકુચિત પ્રથાઓ જેમકે, લાજ, બાળલગ્ન, દહેજ વિ. વિધવાઓને સન્માન આપવાનું શરૂ કરાવેલ. નિરાધાર, બિમારને આર્થિક સહાય, શૈક્ષણિક પ્રગતિ માટેની સહાય ટ્રસ્ટો દ્વારા તટસ્થ અને ન્યાયી રીતે પાર પાડવા પોતાના વિશાળ અનુભવને કામે લગાડતા રહી દરેક પ્રવૃતિ સતત જાગૃતિથી કરતા રહી એક યુવાનને પણ શરમાવે તે રીતે સામાજિક ક્ષેત્રે તેઓનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. નીતિ, નિયમો, બંધારણોને વળગીને ચાલવાના તેઓ કાયમ ચુસ્ત આગ્રહ સાથે સત્યનિષ્ઠ ને કર્તવ્યપરાયણ રહ્યા છે.

સને 1947માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે મહાસભા પહેલાં આપણી મોટી નાત હતી. આઝાદીની ખુશાલીમાં મોટી નાતની મીટીંગ યોજાયેલ જેમાં હરજી ગંગદાસ વેગડ વતીથી તે વખતે યુવાન નરસિંહભાઇ મનજી રાઠોડે મોતી નાત દ્વારા નાત બહાર મુકાયેલા તેઓને પુનઃ પ્રેમપૂર્વક નાતમાં સમાવવા માટેનો ઠરાવ રજુ કરેલો.

સમાજમાં કન્યા કેળવણી માટે જાગૃતિ લાવવા કન્યાશાળા તથા બાલમંદિરો ખોલવા તેમજ ચલાવવા માટે નૂતન કેળવણી મંડળની રચના થઇ તેમાં પણ શ્રી નરસિંહભાઇ રાઠોડનો સિંહફાળો રહ્યો છે. આજે તેથી જ સમાજમાં કુમારો કરતાં કન્યાઓ ભણતરમાં આગળ નીકળી ગઇ છે. સમાજની પ્રથમ શૈક્ષણિક સંસ્થા ઝરીયા બોર્ડીંગનું ઉદ્દઘાટન તેઓના પિતાશ્રી મનજી બાપાના હસ્તે થયેલ. આપણા સમાજ સિવાય પણ શ્રી નરસિંહભાઇ ભુજની શ્રી જે.બી. ઠક્કર કોમર્સ કોલેજ ટ્રસ્ટના ટ્રસ્ટી, હરિદ્વાર ખાતે કચ્છી આશ્રમના પણ આજીવન ટ્રસ્ટી રહ્યા છે.

શ્રી નરસિંહભાઇ રાઠોડે આજે 92 વર્ષની જૈફ વય સુધી સમાજને માર્ગદર્શન આપતા રહ્યા છે.

ફોરેસ્ટ કોન્ટ્રાકટર સ્વ. શ્રી દામજીભાઈ ગાંગજી સોલંકી

માધાપર ગામે જન્મેલા દામજીભાઇ ગાંગાજીભાઇ સોલંકી અલ્પ શિક્ષણ મેળવી પરિસ્થિતિ અન્વયે 13 વર્ષની નાની વયે તેમના કાકા પ્રાગજીભાઇ મનજીભાઇ સોલંકીની કરિયાણાની દુકાનમાં સને 1926માં જોડાયા છે. ઇ.સ. 1935માં સ્વતંત્ર ધંધાની શરૂઆત કરેલ.

મેસર્સ દામજી ગાંગજી એન્ડ કાં નામે જંગલની પેદાશોનો હોલસેલ વેપાર શરૂ કર્યો. ફોરેસ્ટ કોન્ટ્રાક્ટ રાખી ધંધાના વિકાસની સાથે સને 1974માં સોલાપુર ખાતે પણ એક બ્રાન્ચ ખોલી. હેમરાજ સ્પેશ્યલ બીડીનૂં ઉત્પાદન શરૂ કરેલ ને નન્દુબાર જિલ્લામાં સારી માર્કેટ મેળવેલ. સાથે સાથે તેઓ સામાજિક સેવાની પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહેલા. આપણા સમાજના વડોદરા ભવન બનાવવા માટેની એક સમિતિ બની તેના પ્રમુખ પદે રહી મોટું યોગદાન આપેલ. નંદુરબારનગરની ગીરિવિહાર હાઉસીંગ સોસાયટી, સાર્વજનિક દવાખાનાની સમિતિમાં વાઇસ ચેરમેન બન્યા, ગુજરાત અંબાજી મંડળ (નંદુરબાર)ના ચેરમેન અને ટ્રસ્ટી, ગૌરક્ષા સાંજરાપોળના પ્રમુખ, ધી જનતા સહકારી બેન્ક લિ. (નંદુરબાર)ના ડાયરેક્ટર, શ્રી.ક.ગુ.ક્ષ.સમાજ પ્રાદેશિક સમિતિના પ્રમુખ, નંદુરબાર શાળા સુધારણા સમિતિના ચેરમેન પદે રહ્યા તેમજ મહાસભામાં ન્યાય પંચમાં પણ અમૂલ્ય સેવા ાપી પોતાની કોઠાસુઝથી માર્ગદશર્ન સાથે યોગદાન આપેલ. સમાજને ક્રેડિટ સોસાયટીઓ દ્વારા પગભર થવા માટે માર્ગદર્શન સાથે સહયોગ આપતાં વડોદરા વિસ્તારમાં પ્રથમ શરૂઆત કરતાં સમાજમાં આવી ઘણી સોસાયટીઓ અસ્તિત્વમાં આવતા સમાજને તેનો લાભ મળેલ છે.

દામજીભાઇ ગાંગજી સોલંકીના પત્ની ઉર્મિલાબહેને પણ નંદુરબારની ધાર્મિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓમાં રસ લઇ સેવાકિય કાર્યો કરેલાં. નંદુરબાર મહિલા મંડળના પ્રમુખ હતાં. તેમના પુત્ર શ્રી હેમરાજભાઇએ તેમના વ્યવસાયનો વિકાસ સાધેલ છે. સામાજિક પ્રવૃતિઓમાં રસ લે છે.

સ્વ. શ્રી માવજીભાઇ મુળજીભાઇ ચૌહાણ
હું માનવ માનવ થાઉં તો ઘણું

શ્રી માવજીભાઇ મૂળજી ચૌહાણ એટલે સમાજની સંસ્કાર ગિરિમાળાનું ઉત્તંગ અને ઓજસ્વી શિખર, ઉંચી પાતળી દેહદ્રષ્ટિ, ખાદીના સ્વચ્છ પરિધાન, ગાંધી ટોપી હેઠળ લંબગોળ ચહેરો, પ્રતિભાશાળી પારદર્શક આંખો તથા શાન્ત અને સૌમ્ય, પ્રસન્ન અને પ્રભાવી મુખમુદ્રા માધાપર નિવાસી શ્રી માવજીભાઇએ સૌ પ્રથમ મુંબઇ અને પછી મુંદરામાં ટુથફૂલ મેન્યુફેક્ચરીંગ કંપનીના નામથી રેડીમેઇડ કપડાંનો વ્યવસાય શરૂ કર્યો. પ્રમાણિકતા ધ્યેયનિષ્ઠા અને પ્રબળ પુરૂષાર્થ વડે તેનો ઉત્તરોત્તર વિકસાવી ઉન્નત કર્યો. ભાગ્યલક્ષ્મીએ પણ મુક્તમનના આશીર્વાદ આપ્યા.

પરંતુ શ્રી માવજીભાઇનો જીવ તો જુદી માટીનો ઘડાયો હતો. આત્મસુખના સંકૂચિત સ્વાર્થના પિંજરામાં પુરાઇ રહેવું એ તેમને મન જીવનને દ્રોહ કરવા સમાન હતું. તેઓ તો ગંભીર ચિંતન અને કઠોર આત્મનિરીક્ષણની ઉન્મય પાંખો દ્વારા સત્ય અને પરમાર્થની દિવ્ય ક્ષિતિજો આંબવા ઉત્સુક હતા. જનસેવાએ પ્રભુ સેવા છે. એ મંત્રી જીવનમાં ચરિતાર્થ કરવા કૃતનિશ્ચયી હતા.

સમાજમાં શિક્ષણ વિકાસનાં પહેલાં કિરણો પથરાયાં ત્યારથી વર્ષો સુધી આપણો સમાજ સદાએ કેવળ યુવકોના પ્રશિક્ષણની દૃષ્ટીએ આ પરિસ્થિતિ ચિંતાજનક હતી. આથી સમાજ ઉત્કર્ષનો ખરો પાયો બાળ અને કન્યા કેળવણી જ બની શકે તેવા દ્રઢ વિશ્વાસ સાથે તેઓશ્રીએ ગણ્યા ગાંઠ્યા મિત્રોનો સાથ મેળવી ઇ.સ. 1940માં શ્રી નૂતન કેળવણી મંડળ-કચ્છ ની સ્થાપના કરી. સ્થાયી વિશાળ ફંડ સ્થાપી કામ કરવાની દ્રઢ પ્રણાલિનો પરિત્યાગ કરી, પ્રતિવાર્ષિક સભ્યો નોંધી, ગામેગામ બાલમંદિરો અને કન્યાશાળાઓ શરૂ કરવામાં આવી જેનો લાભ નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના સૌને આપવામાં આવ્યો. સમાજે પણ આ અભિનવ અને અનિવાર્ય પ્રવૃત્તિને બિરદાવી તેને મુક્તમનનો સહયોગ આપ્યો.

તેઓશ્રી યુવક મહાસભા શ્રી કચ્છ ગુર્જર સમાજ સેવા ટ્રસ્ટ તેમજ પુના વિદ્યાર્થી ભવન અને કેળવણી મંડળ ફંડ જેવી સમાજની સર્વ પ્રવૃતિઓ સાથે આત્મીય ભાવે જોડાયેલા હતા અને બધી સંસ્થાઓને તેમની સત્યનિષ્ઠ ગરિમા તેમજ વિશાળ અનુભવના નીચોડરૂપ વ્યવહારૂ દક્ષતાનો લાભ મળતો.

તેઓ સંતવૃતિના સૌજન્યમૂર્તિ હતા. તેમનો જીવન વ્યવહાર શાલિન, સંસ્કારી અને સ્ફરિક શો નિર્મળ હતો. તેઓશ્રી વ્યવહારમાં સાધનશુદ્ધિને અગ્રિમ સ્થાન આપતા. ભૌતિક વૈભવ અને અમીરાતમાં અલિપ્ત વિદેહીની જેમ રહી આતમાની વિશાળ અમીરાતમાં રાચતા હતા. નાજુક અને કથળતા સ્વાસ્થ્યને કારણે સમાજને તેમની શક્તિઓનો પુરેપુરો લાભ મળી શક્યો નહીં. સમાજમાં કન્યા છાત્રાલય સ્થાપવાનું તેમનું સ્વપ્ન અધુરું રહ્યું. તેમની અનેકવિધ સમાજસેવાઓ અને તેમાં કન્યા અને બાળકેળવણીના ક્ષેત્રે તેમનું આવું અનોખું અને ભવ્યોદાત્ત યોગદાન સમાજ ઇતિહાસના પાને સદા ઉજ્જવળ રહેશે.

દાનવીર રેલ્વે કોન્ટ્રાકટર માંડણભાઈ જીવાણી ચૌહાણ

માધાપરના ગામના દાનવીર રેલ્વે કોન્ટ્રાક્ટર માંડણભાઇ જીવાણી ચૌહાણ કે જેમણે પંજાબમાં નોર્થ વેસ્ટર્ન રેલ્વેમાં મરીથી અટક રેલવે સેક્શનમાં નવી રેલ્વે લાઇનનું સને 1881માં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરેલું. તે સમયે કુંભારિયાના જાણીતા કોન્ટ્રાક્ટર ગોવામલભાઇ જીવણ ચૌહાણ પણ આ કામમાં સાથે હતા. આ સિવાય તેઓના અન્ય કામોની વિગત મળેલ નથી.

રેલ્વે કોન્ટ્રાક્ટરના કામમાં અઢળક સંપતિ તેઓ કમાયાનું કહેવા છે. તેઓની સ્થાવર મિલ્કતો માધાપરમાં જ નહિં પણ પદ્ધર, ધીંકડી, ધાણેટી, લેર વિગેરે ગામોની દીમમાં એ જમાનામાં 200 જેટલા ખેતરો તેમના નામે બાલતાં હોવાનું પણ કહેવા છે. કચ્છના રાજવી મહારાઓશ્રી ખેંગારજી બાવા સાથે માંડણભાઇને સાથે બેસવાનો ગાઢ સબંધ વહેવાર હતો. એકવાર મહારાઓશ્રીને પોતાને ઘેર કોઇ પ્રસંગે પધારવા માટે ખાસ આમંત્રણ આપેલ. મહારાઓશ્રી ખેંગારજી બાવાએ ના પાડી છતાંય તેઓને અંગત સબંધના નાતે હઠાગ્રહ કરતાં કહ્યું. ગમે તે થાય તમે મારે ઘેર પધારો. રાજા કોઇ દિવસ કોઇને ઘેર જાય નહીં તેવી પરંપરા હતા ને માન્યતા પણ હતી કે જેના ઘેર જાય તેની સમૃદ્ધિ ચાલી જાય. સબંધોને નાતે રાજા ના પાડી ન શક્યા. આમ માધાપર ગામે કચ્છના મહારાઓનાં પગલાં થયાં.

સને 1881માં રેલ્વેમાં કામોમાં કમાણી કર્યા બાદ માધાપર ગામે માંડણભાઇ જીવાણીએ ઠાકર મંદિર અને શિવમંદિર, બારલા મંદિર બંધાવેલ. આ મંદિરોમાં કોઇ શિલાલેખ નથી તે ક્યારે બંધાયું તેની સાલ નક્કી થઇ શકતી નથી. કોઇ પણ મંદિરના નિર્માણ બાદ શિલાલેખ મુકવાની પરંપરા છતાં શિલાલેખ મુકાયેલ નથી. મંદિરનું નિર્માણ તેઓએ પોતાને ખર્ચે જ કરેલું હતું. કહેવાય છે કે તે સમયે કોઇ વિવાદ થયેલ કદાચ એ ટાળવા માટે પણ શિલાલેખ મુકાયો નહી હોવાનું અનુમાન થાય છે. આ મંદિરની કલાત્મક રંગબેરંગી ટાઇલ્સ એં સમયે જાપાનથી મંગાવાયાનું પણ કહેવાય છે.

આવા જ કોઇ વિવાદના ફળ સ્વરૂપે પોતે અલાયદું મંદિર બનાવવું તે નક્કી કર્યું હોય તે રીતે તેમણે માધાપર ગામની બહાર રાજમાર્ગની સામે પાર એક શિવમંદિર, રામમંદિર તથા ધર્મશાળા પણ બંધાવેલ જ્યાં રાહદારી રાતવાસો પણ કરી શકે. જે મંદિરનો પરિસર આજે પણ બારલા મંદિર એટલે કે ગામ બહારનું મંદિર એ દ્રષ્ટીકોણથી જ ઓળખાય. જ્યારે ધર્મશાળા માંડાવાળી ધર્મશાળા તરીકે ઓળખાય છે. માંડણભાઇના પૌત્ર માવજીભાઇ અરજણ ચૌહાણ આપણા સમસ્ત સમાજમાં પ્રથમ હરોળના બી.એ. ગ્રેજ્યુએટ થયેલ હતા.

માધાપર નિવાસી શ્રી પુરષોતમભાઈ ડાયાભાઈ સોલંકી

આપણે સૌ સારી રીતે જાણીએ છીએ કે કચ્છવના વિકાસમાં કુદરતે છુટા હાથે આપેલ ખનીજ સં૫તિનો બહૂ જ મોટો ફાળો છે. વષો થી ૫થ્થંર, રેતી, મુરમ, ખનીજોનું મકાન બાંઘકામ મોટાપાયે ઉ૫યોગ ચાલુ છે. ૫રંતુ છેલ્લા ચારેક દાયકાથી મગમાટી, બેન્ટોરનાઇટ, ખનીજોનો સારો વિકાસ થયો અને અત્યાવરે તે આખા ભારતમાં કચ્છકના ઉદ્યોગ૫તિઓ મોકલાવે છે. એટલું જ નહીં ૫રંતુ, ત્રણેક દાયકાથી તે મીડલ ઇસ્ટઆના દેશોમાં ઓઇલવેલ ડ્રિલિંગમાં વ૫રાતી હોઇ મોટા પ્રમાણમાં એકસપોર્ટ ૫ણ થાય છે. છેલ્લાા એક દાયકાથી તે મલેશીયા જેવા બીજા ઘણા દેશોમાં સારું એકસપોર્ટ ચાલુ છે. કચ્છ.માં એક મોટો વર્ગ આ ઉદ્યોગ સાથે સંકળાય ગયેલ છે અને હજુ વઘારો થતો જાય છે.

તે જ રીતે સફેદ માટી/ ચાયના કલેનો ઉદ્યોગ ૫ણ ત્રણેક દાયકાથી ચાલુ થયેલ છે. કચ્છ માં તેની માઇન્સ્ની શરુઆત અમોએ ભુજ તાલુકાના ઝુરા ગામે લગભગ ૧૯૭૫માં અને નાડાપામાં ૧૯૭૮માં કરેલી તેનો લેવીગેશન પ્લાકન્ટુ માધા૫ર જીઆઇડીસીમાં કચ્છઅમાં પ્રથમ ફિલ્ટાર પ્રેસવાળું ૧૯૮૩માં કરેલું. તે વખતે સફેદ માટી ઘરના પોતાની માટી તરીકે જ વ૫રાતી હતી. વોશીંગ કયાર્ ૫છી તે અનેક ઉદ્યોગમાં કામ આવી શકે તેવી જાણકારી બહુ જ ઓછાને હશે. તે વખતે માકીર્ટ પ્રોબ્લેમ મુખ્યર હતો. છતાં આપણે ઘીમેઘીમે ગુજરાત ત્યા ર બાદ મહારાષ્ટ્રમ, એમ. પી. માં માકેર્ટ ઉભી કરેલ. અત્યા રે ૩૦ ખાણો તથા ૫૦ લેવીગેશન પ્લાયન્ટા ઉભા થઇ ગયા છે. અને હજુ દર વષ્રે વધારો થયો જાય છે.

હું ૧૯૯૫માં નિઝામ સ્ટેટથી કચ્છખમાં આવ્યો૦ અને તે જ વષોઁ જિલ્લાત લોકલ બોડઁ બાંધકામમાં શાખામાં નોકરીએ લાગ્યોો. મેં મિનરલ લાઇનની શરુઆત સેન્ડ્સ્ટોાનની ખાણથી કરી ૫રંતુ તેમાં બરાબર ન લાગતા બેન્ટોોનાઇટની ખાણોમાં ત્રણેક વષોઁ કરી તેમાં ૫ણ બરાબર નહીં ફાવતાં ભુજ તાલુકાના ઝુરામાં ચાઇનાકલે શરુઆત કરી અને વાંકાનેરમાં લેવીગેશન જોબવર્ક કરાવી માર્કેટ ઉભી કરી, ભચાઉમાં ૫ણ થોડા સમય લેવીગેશન કરી ૫ણ ૧૯૮૩માં પોતાનો પ્લા ન્ટય ચાલુ કર્યો. ત્યાકરે જામવાની શરુઆત થઇ અને ગુજરાત, મહારાષ્ટ્રી, એમ.પી. માં શ્રીરામ મીનરલ્સેત સારામાં સારા ચાયના કલેના સપ્લારયર તરીકેની નામના મેળવી જેથી માર્કેટ મુશ્કેતલી ટળી ગઇ, અત્યાારે ગ્રાહકો સામેથી આવે છે.

લગભગ ૧૯૭૦ની આસપાસ ભુજમાં માઇનીંગ ઓફીસ ખુલી અને લીઝોની શરુઆત થઇ ત્યારે પણ સૌથી પહેલી લીઝ બેંટોનાઇટની મારા ઘરેથી નામથી કરાવેલ ત્યાર બાદ પણ બીજા બેંટોનાઇટ, ચાઇનાક્લેની ત્રણ-ચાર લીઝો, જિપ્સમની લીઝ, લાઇમ સ્ટોન એ રીતે ઘણા મીનરલ્સ લીઝો કરાવી જે અત્યારે મારા કુટુંબને ઘણી જ ઉપયોગી થઇ અને હજુ બધાના વીસ વર્ષ રીન્યુ કરાવેલ છે અને બધી ચાલુમાં છે.

ધરતીકં૫ ૫છી કચ્છમમાં લઘુ ઉદ્યોગો ૬૧૦૦ ચાલુ થયેલ છે. જેમાં ૧ર૮૪૭.૧૬ લાખનું રોકાણ થયેલ છે. મોટા એકમો ૬૮ ચાલુ થયા છે. જેમાં ૩૯૦૦ કરોડનું રોકાણ થયેલ છે. ૭૦ હજુ થવામાં છે. જેમાં ૩૦,૦૦૦ કરોડનું રોકાણ થવાનું છે. હજુ તાજેતરમાં નવા પ્રોજેકટો માટે ૩૩ એમ.ઓ.યુ. થયેલ છે. જેનું આશરે રોકાણ ૭૫,૦૦૦ કરોડ થાય તેમ છે. આ બધામાં મારી જાણ મુજબ કચ્છીી બે મોટાં ગ્રુ૫ યુરો અને એંકર ગ્રુ૫ બંન્નેનએ વતન પ્રત્યેેની ભાવનાને કારણો પાંચ-છ સાહસો કરેલ છે. ભારતના દરેક પ્રદેશના સાહસિકોએ કચ્છ માં આવી મોટાં સાહસો કરેલ છે. ૫રંતુ દુ:ખની વાત એ છે કે આ૫ણા સમાજના એક ૫ણ ઉદ્યોગ૫તિએ કચ્છસમાં આવી નાનું કે મોટું સાહસ કર્યુ હોય તેવું મારી જાણમાં નથી. કચ્છએમાં ઉદ્યોગો અને ખેતી બે જ મોટા ક્ષેત્રો છે. અત્યા રે ઓગેર્નિક ખેતીનો બહુ સારો વિકાસ થઇ રહયો છે. અને તેનું ભાવી ૫ણ ખુબ જ સારું છે. મારા છોકરા વિનોદ અને મનોજે ખાણો, લેવીગેશન પ્લા ન્ટો્ તથા ઓગેર્નિક ખેતીમાં ઘણીે સારી પ્રગતિ કરેલ છે અને મોટા છોકરો મહેશ હમણા રીટાયર થઇ તે ૫ણ મનોજ સાથે લાગી ગયો છે. અમારા કુટુંબના અનુભવોનો લાભ આ૫ણો સમાજ લે તે માટે ઘણી વખત મહાસભાની મીટીંગમાં જાહેર કરેલ છે કે બહારથી કોઇ ૫ણ ભાઇ કચ્છ માં આવી કંઇ ૫ણ કરવા માંગતા હશે તો અમો તેમને ઉ૫યોગી થશું. કચ્છકમાં જમીનોના ભાવો દિવસો દિવસ વધતા જાય છે. તેથી જેઓને કચ્છ માં કંઇ ૫ણ કરવાની ઈચ્છાશ હોય તેવા તથા જેમની પાસે વઘારાની મુડી હોય તેઓએ અત્યાખરે કચ્છ માં રોકાણ કરવું હિતાવહ છે. બે-પાંચ વર્ષ ૫છી કચ્છ માં એટલા ભાવ વઘી જશે કે કચ્છ માં કંઇ ૫ણ થઇ શકશે નહીં. માટે તાત્કા્લીક જાગો અને અનાયાસે આવેલી તકનો લાભ ઉઠાવો એજ વિનંતી.

ઉપર