શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર

શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર

હોમ પેજ >> જ્ઞાતિ રત્નો
જ્ઞાતિ રત્નો
 
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
     
 
-> શ્રી મનોજભાઈ પરસોતમ સોલંકી
-> પ્રમુખશ્રીના બે બોલ
-> માધાપર ધટક
 
-> શ્રી અશ્વીનભાઈ ધરમશીભાઈ સોલંકી
-> મંત્રી શ્રી માધાપર ધટક
 
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
 
||સમાજના બાહોશ કોન્ટ્રાકટર ડેકકનના હીરા નથુ લાલજી સોલંક||

ભારતભરમાં સૌથી ધનાઢ્ય એવા નિઝામ સ્ટેટના ખારા કોન્ટ્રાક્ટર એવા માધાપરના નથુ લાલજી સોલંકી (જન્મ સને.1887-માધાપર) એ 24 વર્ષની કારકિર્દીમાં રેલ્વેનાં પોણા બે કરોડ, તથા બિલ્ડીંગ બાંધકામ ચાર કરોડથી પણ વધુ એમ પોણા છ કરોડનાં કામો એ જમાનામાં કરી સારી નામના મેળવી તેઓ ડેક્કનના હીરા તરીકે પ્રખ્યાત થયેલ. ઇ.સ.1914થી નિઝામ સ્ટેટમાં કામ કરેલ. સિકન્દરાબાદ ખાતે રહેતા હતા. એ સમય કરોડની કિંમત આજથી અનેક ઘણી હતી.

રેલ્વેમાં પરભણીથી -પરલી 40 માઇલ રેલ્વે કામ નિય. સમય પહેલાં પુરું કરેલ જેનાથી ખુશ થઇ નિઝામ સ્ટેટે તેઓને કાયમી રેલ્વે ફર્સ્ટ ક્લાસ પાસ આપેલ. યુરોપીયન ઇજનેરો સાથે અંગ્રેજીમાં વાત કરે, મુઝવણ વખતે પણ સલાહ લેવા આવતા. નિઝામ સ્ટેટમાં લગભગ 90 માઇલનું કામ કરેલ.

નિઝામ સ્ટેટના પીડબલ્ટુડી તથા એરીગેશનનાં કામો પણ તેઓ જ કરતા અધિકારીઓની ચાહના મળતાં નિઝામ કે, જેની મુલાકાત જ થઇ શકે તે ન્યુ જમાના રોયલ પેલેસ નિઝામની છેવટની માનીતી બેગમ માટે કરવાનું હાથમાં લીધેલ ને જલ્દી પુરું કરી આપતાં હંમેશા મુલાકાત થતી રહી ને સારી ચાહના મેળવી બાદ સ્ટેટના એક પછી એક રસ્તાઓ બાંધવાનું શરૂ કર્યું. માજી ચીફ ઇજનેર અલીનવાજ તથા ઝેનીયાર જંગ પણ તેમને મળવા બંગલે આવતા તેવા ......શાહી હતા કોઇ દિવસ કોઇની ખુશામત ન કરતા. દરેક કામમાં ચોક્કસાઇ રાખતા 418 માઇલ જેટલા રસ્તાઓ, બ્રીજના કામ કર્યા.

આ સિવાય તેમણે હૈદરાબાદ-સિકન્દરાબાદ જાઓ તો આપે પણ જોઇને અચરજ થાય તેવા કામો નથુભાઇએ કરેલ છે. જે તેમની કાયમી સ્મૃતિ સાચવે છે. ાપણા સમાજની સ્થાપના કલાની કોઠાસુઝનાં દર્શન થાય છે. 1. સદર નિઝામીયા સફાખાના (ચામ મિનાર પાછળ), 2. હૈદરાબાદ સ્ટેટ લાયબ્રેરી (મુસી બ્રિજ પાસે), 3. સ્ટેટ લાયબ્રેરી, 4. બાગે આલા મક્કા મસ્જિદ (મારબલ વર્કસ) (તાજેતરમાં ત્યાં બોમ્બ વિસ્ફોટ થયેલ), 5. નિઝામસાગર કેનાલ વર્કસ, 6. રાયપુર વેલ સીકીંગ ગડી પાર્યમેન્ટ 200 કુવા, 7. ન્યુ જનાના રોય પેલેસ, 8. રાયપુર ઇલેક્ટ્રીક હાઉસ, ઉપરાંત દર વરસે દુરસ્તીના કામો પણ તેમને જ મળતાં જેમાં સ્ટેટનાં મોટાં તળાવો, રોયલ પેલેસ, કીંગ કોઠી, ગુલબરગા પેલેસ તથા પ્રખ્યાત ......... નામા પેલેસનાં 10 વાખનાં કામો થતાં.
સમાજના દરેક મદદ કરતા સીકન્દ્રાબાદ ગુજરાતી લાયબ્રેરી તેમના હસ્તક ચાલુ થયેલ. વર્ષો સુધી પ્રમુખ તરીકે સેવા આપેલ. તમામ ખર્ચ પોતે જ આપતા. હાલમાં જે ગુજરાતી સ્કુલો ચાલે છે તે પણ તેમની પ્રેરણાથી થયેલ. તેઓ સાથે આપણા સમાજના અન્ય કોન્ટ્રાક્ટર ભાઇઓ પણ કામ કરતા જેમાં માધાપરના ડાયાભાઇ સામજીભાઇ સોલંકી પણ તેમનાં કામો સંભાળતા.