શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર

શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર

હોમ પેજ >> જ્ઞાતિ રત્નો
જ્ઞાતિ રત્નો
 
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
     
 
-> શ્રી મનોજભાઈ પરસોતમ સોલંકી
-> પ્રમુખશ્રીના બે બોલ
-> માધાપર ધટક
 
-> શ્રી અશ્વીનભાઈ ધરમશીભાઈ સોલંકી
-> મંત્રી શ્રી માધાપર ધટક
 
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
 
||રાયસાહેબ વિશ્રામ વાલજી ભીમજી રાઠોડ||

આપણા સમાજમાં ભાઇઓ, ઉદ્યમી, સાહસી હોવાની સાથે એટલા જ ઉદાર અને દાનશીલ રહ્યા છે. મનજી જેરામ રાઠોડની જેમ જ વાલજી ભીમજી રાઠોડનું નામ પણ ગામ લોકો એટલા જ આદરથી લે છે. વેસ્ટર્ન રેલ્વેમાં ખુજ જ ખ્યાતનામ, પ્રતિષ્ઠીત અને પ્રભાવી ઠેકેદાર તરીકે મેસર્સ વાલજીભાઇ ભીમજી એન્ડ સન્સના પુત્ર વિશ્રામભાઇ સાથે મળી એક ઇતિહાસ સર્જ્યો છે. તો દાદા ભીમજી દેવજી પાયોનીયર રહ્યા છે.

વેસ્ટર્ન રેલ્વેમાં અપ્રતિમ બુદ્ધિ પ્રતિભાથી ઠેકેદારીમાં વિશિષ્ઠ સુઝબુઝ સાથે રેલ્વે અધિકારીઓમાં પ્રતિષ્ઠા અને ખ્યાતિ પામેલા મિલનસાર ઉદાર અને પરમાર્થી પ્રકૃતિ હોઇ ધાર્મિક ઉદારતાથી સખાવતો પણ ખૂબ કરેલ. રેલ્વે તેઓને ચર્ચગેટથી વિરમગામ સુધીનો ફર્સ્ટ ક્લાસનો ફ્રી પાસ બે એટેન્ડન્ટસ સહિતનો મળેલ. ગુજરાતની રેલ્વે લાઇન પ્રથમવાર નખાતા આ લાઇનમાં નર્મદાનો પુલ છોડીને બાકીનાં નાના-મોટા તમામ પૂલો તેમજ ઘણાં ખરાં સ્ટેશનો બાંધેલ.

મધ્યપ્રદેશના કોલસા ક્ષેત્રમાં છીંદવાડા જિલ્લાના ધોધરી બરકૂઇ તેમજ બેતૂલ જિલ્લામાં ટાવાવેલી નામની બે વિશાળ ખાણો ખરીદેલ. ટાવાવેલી કોલીઆરીમાં કોલસો લઇ જવા માટે નવ માઇલની લાંબી લાઇટ રેલ્વે પણ ઉભી કરેલી.

આ ઉપરાંત એ સમયમાં વિશ્રામભાઇએ ઇમ્પોર્ટ એક્સપોર્ટનો વ્યવસાય પણ શરૂ કરેલ. ગોંડલ સ્ટેટ દરબારી સ્કુલમાં મેટ્રીક પાસ કરેલ નહિં પણ અંગ્રેજી ભાષા ઉપર તેમનું અસામાન્ય પ્રભુત્વ હતું. અસ્ખલિતપણે અંગ્રેજી ભાષણ આપી શકતા ઇમ્પોર્ટ એક્સપોર્ટના વિશિષ્ટ સાહસ ક્ષેત્રે ઝંપલાવનાર તેઓ કદાચ સમાજની સૌ પ્રથમ વ્યક્તિ હશે.

સામાજિક સેવામાં વલસાડ ખાતે સાર્વજનિક હાઇસ્કૂલની સ્થાપના કરી અને તેના સૌ પ્રથમ પ્રમુખ બન્યા. માધાપર ખાતે ફ્રી કન્યાશાળા ચલાવતા અને વાચનાલયની પણ સગવડ ઉભી કરેલ. વાંઢાય ખાતેના ગુરુકુળ સ્થાપનામાં પણ તેઓનો અમૂલ્ય ફાળો, માર્ગદર્શન, પ્રોત્સાહન મળેલું. સને 1931માં સિનુગ્રા ખાતે સમાજનું સર્વ પ્રથમ યુવક સમેલન ભરાયેલ તેના પણ તેઓ સૂત્રધાર રહ્યા ત્યારે 33 વર્ષના હોવા છતાં યુવા તરીકે વરણી સાથે બહુમાન પામી સમાજનું પ્રથમ મુખપત્ર અભ્યદય પ્રકાશ બંધ પડી જતાં તેના સ્થાને નવા મુખપત્ર કડીયા ક્ષત્રિય પ્રકાશ શરૂ કરવા માટે દેવરામભાઇ ડાયા વરૂને પ્રેરણા સાથે આંતરીક સહયોગ આપેલ.
આમ બહુમુખી પ્રતિભાને અંગ્રેજ શાસકોએ પણ બિરદાવતાં વિશ્રામભાઇને રાયસાહેબનો માનદ ઇલ્કાબ આપીને નવાજેલ. જેથી માધાપર ગામનું નામ પણ રોશન થયેલ છે.