શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર

શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર

હોમ પેજ >> જ્ઞાતિ રત્નો
જ્ઞાતિ રત્નો
 
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
     
 
-> શ્રી મનોજભાઈ પરસોતમ સોલંકી
-> પ્રમુખશ્રીના બે બોલ
-> માધાપર ધટક
 
-> શ્રી અશ્વીનભાઈ ધરમશીભાઈ સોલંકી
-> મંત્રી શ્રી માધાપર ધટક
 
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
 
||સ્વ. શ્રી માવજીભાઇ મુળજીભાઇ ચૌહાણ||

હું માનવ માનવ થાઉં તો ઘણું


શ્રી માવજીભાઇ મૂળજી ચૌહાણ એટલે સમાજની સંસ્કાર ગિરિમાળાનું ઉત્તંગ અને ઓજસ્વી શિખર, ઉંચી પાતળી દેહદ્રષ્ટિ, ખાદીના સ્વચ્છ પરિધાન, ગાંધી ટોપી હેઠળ લંબગોળ ચહેરો, પ્રતિભાશાળી પારદર્શક આંખો તથા શાન્ત અને સૌમ્ય, પ્રસન્ન અને પ્રભાવી મુખમુદ્રા માધાપર નિવાસી શ્રી માવજીભાઇએ સૌ પ્રથમ મુંબઇ અને પછી મુંદરામાં ટુથફૂલ મેન્યુફેક્ચરીંગ કંપનીના નામથી રેડીમેઇડ કપડાંનો વ્યવસાય શરૂ કર્યો. પ્રમાણિકતા ધ્યેયનિષ્ઠા અને પ્રબળ પુરૂષાર્થ વડે તેનો ઉત્તરોત્તર વિકસાવી ઉન્નત કર્યો. ભાગ્યલક્ષ્મીએ પણ મુક્તમનના આશીર્વાદ આપ્યા.

પરંતુ શ્રી માવજીભાઇનો જીવ તો જુદી માટીનો ઘડાયો હતો. આત્મસુખના સંકૂચિત સ્વાર્થના પિંજરામાં પુરાઇ રહેવું એ તેમને મન જીવનને દ્રોહ કરવા સમાન હતું. તેઓ તો ગંભીર ચિંતન અને કઠોર આત્મનિરીક્ષણની ઉન્મય પાંખો દ્વારા સત્ય અને પરમાર્થની દિવ્ય ક્ષિતિજો આંબવા ઉત્સુક હતા. જનસેવાએ પ્રભુ સેવા છે. એ મંત્રી જીવનમાં ચરિતાર્થ કરવા કૃતનિશ્ચયી હતા.

સમાજમાં શિક્ષણ વિકાસનાં પહેલાં કિરણો પથરાયાં ત્યારથી વર્ષો સુધી આપણો સમાજ સદાએ કેવળ યુવકોના પ્રશિક્ષણની દૃષ્ટીએ આ પરિસ્થિતિ ચિંતાજનક હતી. આથી સમાજ ઉત્કર્ષનો ખરો પાયો બાળ અને કન્યા કેળવણી જ બની શકે તેવા દ્રઢ વિશ્વાસ સાથે તેઓશ્રીએ ગણ્યા ગાંઠ્યા મિત્રોનો સાથ મેળવી ઇ.સ. 1940માં શ્રી નૂતન કેળવણી મંડળ-કચ્છ ની સ્થાપના કરી. સ્થાયી વિશાળ ફંડ સ્થાપી કામ કરવાની દ્રઢ પ્રણાલિનો પરિત્યાગ કરી, પ્રતિવાર્ષિક સભ્યો નોંધી, ગામેગામ બાલમંદિરો અને કન્યાશાળાઓ શરૂ કરવામાં આવી જેનો લાભ નાત-જાત કે ધર્મના ભેદભાવ વિના સૌને આપવામાં આવ્યો. સમાજે પણ આ અભિનવ અને અનિવાર્ય પ્રવૃત્તિને બિરદાવી તેને મુક્તમનનો સહયોગ આપ્યો.

તેઓશ્રી યુવક મહાસભા શ્રી કચ્છ ગુર્જર સમાજ સેવા ટ્રસ્ટ તેમજ પુના વિદ્યાર્થી ભવન અને કેળવણી મંડળ ફંડ જેવી સમાજની સર્વ પ્રવૃતિઓ સાથે આત્મીય ભાવે જોડાયેલા હતા અને બધી સંસ્થાઓને તેમની સત્યનિષ્ઠ ગરિમા તેમજ વિશાળ અનુભવના નીચોડરૂપ વ્યવહારૂ દક્ષતાનો લાભ મળતો.

તેઓ સંતવૃતિના સૌજન્યમૂર્તિ હતા. તેમનો જીવન વ્યવહાર શાલિન, સંસ્કારી અને સ્ફરિક શો નિર્મળ હતો. તેઓશ્રી વ્યવહારમાં સાધનશુદ્ધિને અગ્રિમ સ્થાન આપતા. ભૌતિક વૈભવ અને અમીરાતમાં અલિપ્ત વિદેહીની જેમ રહી આતમાની વિશાળ અમીરાતમાં રાચતા હતા. નાજુક અને કથળતા સ્વાસ્થ્યને કારણે સમાજને તેમની શક્તિઓનો પુરેપુરો લાભ મળી શક્યો નહીં. સમાજમાં કન્યા છાત્રાલય સ્થાપવાનું તેમનું સ્વપ્ન અધુરું રહ્યું. તેમની અનેકવિધ સમાજસેવાઓ અને તેમાં કન્યા અને બાળકેળવણીના ક્ષેત્રે તેમનું આવું અનોખું અને ભવ્યોદાત્ત યોગદાન સમાજ ઇતિહાસના પાને સદા ઉજ્જવળ રહેશે.