શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર

શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર

હોમ પેજ >> જ્ઞાતિ રત્નો
જ્ઞાતિ રત્નો
 
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
     
 
-> શ્રી મનોજભાઈ પરસોતમ સોલંકી
-> પ્રમુખશ્રીના બે બોલ
-> માધાપર ધટક
 
-> શ્રી અશ્વીનભાઈ ધરમશીભાઈ સોલંકી
-> મંત્રી શ્રી માધાપર ધટક
 
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
શ્રી કચ્‍છ ગુર્જર ક્ષત્રિય સમાજ - માધાપર
 
||ફોરેસ્ટ કોન્ટ્રાકટર સ્વ. શ્રી દામજીભાઈ ગાંગજી સોલંકી||

માધાપર ગામે જન્મેલા દામજીભાઇ ગાંગાજીભાઇ સોલંકી અલ્પ શિક્ષણ મેળવી પરિસ્થિતિ અન્વયે 13 વર્ષની નાની વયે તેમના કાકા પ્રાગજીભાઇ મનજીભાઇ સોલંકીની કરિયાણાની દુકાનમાં સને 1926માં જોડાયા છે. ઇ.સ. 1935માં સ્વતંત્ર ધંધાની શરૂઆત કરેલ.

મેસર્સ દામજી ગાંગજી એન્ડ કાં નામે જંગલની પેદાશોનો હોલસેલ વેપાર શરૂ કર્યો. ફોરેસ્ટ કોન્ટ્રાક્ટ રાખી ધંધાના વિકાસની સાથે સને 1974માં સોલાપુર ખાતે પણ એક બ્રાન્ચ ખોલી. હેમરાજ સ્પેશ્યલ બીડીનૂં ઉત્પાદન શરૂ કરેલ ને નન્દુબાર જિલ્લામાં સારી માર્કેટ મેળવેલ. સાથે સાથે તેઓ સામાજિક સેવાની પ્રવૃત્તિઓમાં પણ સક્રિય રહેલા. આપણા સમાજના વડોદરા ભવન બનાવવા માટેની એક સમિતિ બની તેના પ્રમુખ પદે રહી મોટું યોગદાન આપેલ. નંદુરબારનગરની ગીરિવિહાર હાઉસીંગ સોસાયટી, સાર્વજનિક દવાખાનાની સમિતિમાં વાઇસ ચેરમેન બન્યા, ગુજરાત અંબાજી મંડળ (નંદુરબાર)ના ચેરમેન અને ટ્રસ્ટી, ગૌરક્ષા સાંજરાપોળના પ્રમુખ, ધી જનતા સહકારી બેન્ક લિ. (નંદુરબાર)ના ડાયરેક્ટર, શ્રી.ક.ગુ.ક્ષ.સમાજ પ્રાદેશિક સમિતિના પ્રમુખ, નંદુરબાર શાળા સુધારણા સમિતિના ચેરમેન પદે રહ્યા તેમજ મહાસભામાં ન્યાય પંચમાં પણ અમૂલ્ય સેવા ાપી પોતાની કોઠાસુઝથી માર્ગદશર્ન સાથે યોગદાન આપેલ. સમાજને ક્રેડિટ સોસાયટીઓ દ્વારા પગભર થવા માટે માર્ગદર્શન સાથે સહયોગ આપતાં વડોદરા વિસ્તારમાં પ્રથમ શરૂઆત કરતાં સમાજમાં આવી ઘણી સોસાયટીઓ અસ્તિત્વમાં ાવતાં સમાજને તેનો લાભ મળેલ છે.

દામજીભાઇ ગાંગજી સોલંકીના પત્ની ઉર્મિલાબહેને પણ નંદુરબારની ધાર્મિક તેમજ સામાજિક પ્રવૃત્તિઓમાં રસ લઇ સેવાકિય કાર્યો કરેલાં. નંદુરબાર મહિલા મંડળના પ્રમુખ હતાં. તેમના પુત્ર શ્રી હેમરાજભાઇએ તેમના વ્યવસાયનો વિકાસ સાધેલ છે. સામાજિક પ્રવૃતિઓમાં રસ લે છે.